વિશેષ
-: આરાધ :-
“ધરમ પંથે ગત એક મન હાલો ગુર જે વચને રેસો સોય, મામૈ ભણે તમે અલખ આરાધો આરાધે ફર લેશો હોય..”
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
*** સર ઉતારવાનો વેદ ***
ધરતી માતા મૈશર પિતા, સર લાયે આંજે શરણે રખા, ક્ને કુનર ગલે એકાવન હાર, ધરતી માતા ધર્માચાર અલખ દેવ આંજે કર્મ કે ઉજાર.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
*** ફણીજા વેદ ***
સંજ ફણી સવાર ફણી, સર ફણી જીવડો જ્યોતથી ઝરોરે, અર રજ ખર રજ, મળાકી રજ, સુતક ટારીયે સામ.દિપક કી છાંયા, પંજ પાંતક સતસુતક દશ દોષ વીસ વણાસ, અતરા પાતક ઉતરે, જો મથે ડીજે ફણી., સની ફણી સરવરી કવ કાંગસી હોય, મુંગટમેં રખંદા માયસરીયા, કરક ન ચડે કોઈ, ફણી જે આરાધજો સમરો વખાણ, ટળે પાપને ગંગાજો સ્નાન.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
*** માતંગદેવ નો આરાધ ***
સંજ સવાર બાવન બપોર માતંગદેવ કે સમરો આય માધ્યમ રાત તાસ જીવડો જેણ મે ન ડાજે જે કે ઉપરમણી કવરાંશ, માતંગદેવ કે આરાધ જો સમરો વખાણ ટરે પાપ ને ગત ગુરુ કે પગોપગ ગંગા જો સ્નાન..
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
*** ગવરી જો આરાધ ***
ધ્રુવ ચકર મેર મંઝી, રૂપ સ્વરૂપ સુહાગમેં ભાગ, બેડે મેં બારમતી તુઠી ગવરી પારવતી ,ગુર તુઠા ને ગણપત તુઠા, તુઠા ગવરી ને ગંગ, સચે મને સ્વામી કે સેવનીયું, તનીકે જુડંદા સચ્ચા મોતી ચુડો ને સોન જા સરબંધ, ગવરી જે આરાધજો સમરો વખાણ, ટરે પાપ ને ગત ગુરૂ કે ગંગા જો સ્નાન.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
***દશી નમકાર જો આરાધ ***
પછમમેં સ્વયંભ સરઠીયો, ઉતરમેં કરમ અણાડ,પુરબમેં જ્યોત જરોરે, દખણમેં નજ નરવાણ,ચાર દશી ચાર અવદશી, ધરતી અને આકાશ, દશે દિશાએ અલખજો આસતાન,હકડો હાથ મેરતે, બીયો હાથ નલાડ,દશજે આરાધ જો સમરો વખાણ,ટરે પાપ ને ગત ગુરૂ કે ગંગા જો સ્નાન..
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
-: છત્રીસ દ્રોક નીયમ :-
- સવારે વહેલા ઉઠો..
- શબ્દસારી (ધર્માચાર - કરમ કે ઉજાર ) બોલો.
- દાતણ સ્નાન કરો.
- ઈશ્વર નુ આરાધ કરો..
- માતા -પીતા ગુરુ, અતીથી વડીલો ની સેવા કરો.
- મહેમાનો ને આવકાર આપજો.
- કોઈ પણ જીવ નો હિંસા ન કરવી.
- બારમતી નું વાયક સ્વીકારજો.
- કોઈ ની નિંદા ચુગલી ન કરો.
- શ્રાપ ન આપવો.
- અભીમાન ન કરવુ.
- ક્રોધ ન રાખવો..
- કુળ કપટ ન કરવો.
- દિકરી ધમૈ પરણાવો..
- મીઠા વચન બોલો..
- નમ્રતા રાખો..
- દારુ,જુગાર,નશા, પતાથી દુર રહો..
- કદાપી ચોરી કરવાની ભાવના ન રાખો..
- છળ કપટ બેઈમાની થી દુર રહેવુ.
- સત્ય બોલવુ.
- લાલચ ન રાખવી.
- સંતોષ રાખવો.
- સલાહ સારી આપવી.
- વહેમ ન રાખવો..
- વિશ્વાસધાત ન રાખવો.
- વચન આપીને ન ફરવુ.
- પસા અલખ ની કહેજો.
- ઈંન્દ્રયો ને વંશ માં રાખવા પ્રયત્નશીલ રહો.
- કોઈ નું અપમાન,તીરસ્કાર કે અહીત ન કરો
- મન વચન અને કમૅથી પવિત્ર વિનયશીલ રહો, પરોપકારી બનો.
- પોતાની સ્વાઁથ વુતિ પર સયંમ રાખો.
- જીવ માત્ર પ્રત્યે દયા કરૂણા રાખો.
- પર સ્ત્રી ને માત સમાન ગણો.
- ખોટી શાખ ન ભરજો..
- પારકી આશા ન રાખવી.
- ધરમા ગણેશ ને બેસાડવા.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
~: મહેશ્વરી જ્ઞાતી ની પ્રચલીત અટકો :~
ક કન્નર,કટુઆ,કાગી,કારીયા,કેનિયા,કોચરા,કામળીયા
ખ ખાંખલા,ખાણીયા,ખીમસુરીયા
ગ ગડણ,ગચ્ચા,ગડા,ગુરી
ચ ચંદે,ચૂંઈયા,ચૂંણા,ચોહાણ,ચંઢારીયા
જ જોડ,જેપાર,જોલા,જટ,જિજિયા,જીજંક,જુવળ
ઠ ઠોઠિયા
ડ ડગરા,ડોરૂ,ડુંગરીયા,ડુંગરખીયા,ડાંગરીયા,ડેમાણી
ઢ ઢચા,ઢેરા,ઢઢિકા
થ થારૂ
દ દનિચા,દાફડા,દેવરીયા
ધ ધુવા,ધેડા,ધુડીયા,ધેમાણી,ધાકડીયા,ધમા,ધોરીયા
ન નંજાર,નંજણ,નોરિયા,નાંગસીપોત્રા
પ પરમાર,પાતારિયા,પિગોલ,પીગળસુર,પાયણ,પારિયા,પારઘી
ફ ફુફલ,ફુલીયા,ફમા
ભ ભોઇયા,ભરાડીયા,ભયૉ,ભાચરા,ભાંભી,ભટી,ભદરૂ
મ મોથારીયા,માંધલીયા,મૂછડિયા,મકવાણા,મણેયાર,મંગા,મંગવાણ
ર રોશિયા,રોલા,રતડ,રોઠોડ,રોખવા
લ લોઇયા,લાંભા,લાંપતિયા,લાંભરખીયા,લાખીયા,લોંચા
વ વાડા,વઘોરા,વારસાખીયા,વારોધં,વિઝૉડા,વાણીયા,વિસરીયા,વોવારિયા,વાધેલા
સ સૂચડીયા,સોંદરવા,સીજું,સંજોટ,સિરોખા,સિંચ,સમીયાં,શિંગરખીયા,સોધમ,સિંચણીયા,સિંધવ, સુરેયા,સુરા,સૂંઢા,સુરંગી,સરસીયા
હ હિગણા,હાથી,હાંઠુ
ય યાદવ(ડેમા)
અ એડિયા,અંબચુંગ,આમના,અષાઢ,આથા,અંગારિયાં
બ બળગા,બગડા,બળિયા,બોખા,બૂઢા,બુચિયા,બારા ઉ ઉટીયા
રૂ રૂપાણી
ઉપરોક્ત અટક માં સમાવેશ ન થતો હોય તો તેમને મોબાઈલ નંબર +91 98797 53274 પર જાણ કરવા વિનંતી છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~
~: માતંગી શબ્દો ના થોડાક અથૅ :~
- ચોસણ - માળા
- કસમર - પાપ
- ધરોરશે - પુજશે
- અવા - પિતાજી
- નમણા - નમ્ર
- ખમણા - સહનશીલ
- હરોહર - શિવ-શંકર
- ફુલડો - શબ્દ
- ત્રીયા - સ્ત્રી
- ખુરસાણ - ખોટ
- પાટ - પૂજા નુ સ્થળ
- પતરી - પાંદડા
- ભેટ - સુકા ટોપરા
- ગાવત્રી - ગાય
- ધુરી - બળદ
- ઠાઠ - પ્રસાદ
- પરનાસે - દૂર હટે
- બારમતી - મહેશપંથ, શિવરામંડપ, બારઇ
- કગંણ - નિમ-મંત્ર
- પળતર - મુકિત
- હુર - અપ્સરા, ઉવૅશી
- સતર - માતંગ દેવ નુ શસ્ત્ર
- કાની - મતિયાપીર નુ શસ્ત્ર
- ફકરા - ભવિષ્યવાણી
- ગુઅરી - લીપણૂં
- પેડી - પ્રસાદ
- પંજ મુખી - પાંચજયોત
- પંજ પોરખ - પાંચ મહાપુરુષ
- જૂઠલ - યુધિષિઠર
- ગુરગંગો - ભિષ્મપિતામહ
- ભભીખણ - કલકીભગવાન
- કરકીપાતર - કલકીભગવાન
- પૈયાર - પાતાળ
- કરીંગ - પ્રગટ થનાર રાક્ષસ
- ગત - ન્યાત
- સુફરો - સફળ
- હેમર - ઘોડો
- પ્રાગડો - નજીક પ્રભાત
- પાતંગ - પાપ
- જેણ - જ્યોત,અગ્ની
- દ્રોક - નીયમ
- વેણજે - કહેજે
- માદ - મડંપ
- જનારદન- વિષ્ણુ
- હસ્તી - હાથી
- વાસંગ - વાસુકીનાગ
- કીરતા - કળીયુગ
- પરગાસ - પ્રકાશ
- સસીયર - સુરજ
- લુર - લબાડ
- ભુસળ- ધુળ
- રખ - ઋષી
- કિરત- ક્રુત્ય
- પસા - હુકમ
- કવરાશ - કૈલાશ
- કુંજર -હાથી
- તુરી - ઘોડો
- અજીઆ - બકરી
- કવલ - ગાય નો ઉતમ પ્રકાર
- ડાજો - દહેજ
- મગંળાઠઠ - દાન
- નોણુ - શાસ્ત્ર
- વેણુ - વેદ
- લોઢા - આસન
- ઓળ - અવતાર
- પખાર - નવડાવ
- ધર્માચાર - રામ રામ કહેવાની રીત
- કમઁ કે ઉજાર - કિરતાર ને પુજ
- પાગપસા - પાઘડી ઉતારવી
- તીરથ - શીવરા મંડપ નો આકાર
- મુરુરાજા - ઈશ્વર નો અગીયાર મો અવતાર
- પંચોરથ - હવે પછી નો યુગ
- સોમૈયો - સોમેશ્વર લિંગ
- શેણી - સિંધુ નદી ની શાખા
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~
મહેશપંથ ના મુખ્ય વ્રતો :-
મહેશપંથ ના મુખ્ય વ્રતો આ પ્રમાણે છે. વિશેષ રૂપે યોગ્ય વ્રતધારી, સરતધારીઓ પાસે થી માહિતી મેળવી લેવી.
- છમાયો વ્રત (છ માસ નું વ્રત)
- અઢઈડો વ્રત (અઢી દિવસ નુ વ્રત)
- વાવડી વ્રત (સાડા ત્રણ દિવસ નુ વ્રત)
- શીવરાત વ્રત (શીવરાત્રી)
- ચદ્રાવરી વ્રત (૨૪ ચોથ, ૧૨ બીજ નુ વ્રત)
- માઘ સ્નાન વ્રત
- સોળ સોમવાર ના વ્રત
- ગોરખોડે જો વ્રત (સ્ત્રી ઓ માટે ૧૬ દિવસ નું)
- મૌની વ્રત (મોન રહેવુ)
- એકઈડો વ્રત(એક દિવસ)
- એકાણા વ્રત (૨૧ દિવસ)
- કન્યાવણંજ વ્રત
- એકાદશી વ્રત(૨૪ એકાદશી)
- સંગત ચોથ
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~