મુખ્ય તિર્થધામો
-: મહેશપંથી ધમૅ ના મુખ્ય તિર્થધામો :-
“વાણીયે વડો શેત્રુજો પાંજો તીરથ અંજાર, ભાવે મીલો બગથડે ચડજા ચંદ્રવેજી ધાર, મામૈભણે માયશ્રીઆ સૌમૈયો લીંગ ત્રેઈજાર……”
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
“પેલો તીર્થ ચંન્દ્રુઓ, બીજો કારુંભો કેદાર, ત્રીજો તીર્થ સોમયો લિંગ ભણજે, ચોથો શેણી થર ભવ જો તારણ હાર…..”
આ તીર્થધામ ક્ચ્છ જીલ્લામા ભુજ તાલુકાના લાખોંદ અને કાલીતલાવડી ગામ વચ્ચે આવેલુ છે. તે ભુજ થી આશરે ૨૦ કી.મી.ના અંતરે આવેલું છે. આ ચંન્દ્રુવા ડુંગર ભુજ તાલુકાના જ કુકમા ગામ પાસે પહોચતા દેખાતી પવૅતમળા મા સૌથી અલગ તરી આવતો તીર્થસ્થાન છે.
“ચન્દ્રવે ચડજા ચૂકી નં વેજા દોયલી અચિંધી સિધ્ધ,પંચોરથ થિધો પ્રાગડો , તેર છંઢીધા ઐ હથ.”
આ ચંન્દ્રુવા ડુંગર તીર્થ નો મહિમા સૌથી વધુ છે. આથી જ બધા તીર્થ મા તેને પ્રથમ સ્થાન અપાયેલુ છે. આ તીર્થ માતંગદેવ ની તપોભુમી છે. ચંન્દ્રુઆ ડુંગર નીચે આવેલી પુર નદીમાં માતંગદેવ દરરોજ સ્નાન કરતા. આ ડુંગર પર આવેલી ગુફા જે હાલ જર્જરીત થઈ ગઈ છે. ત્યા પૂજય શ્રીઘણી માતંગદેવ, પૂજય શ્રી લુણંગદેવ, પૂજય શ્રી માતૈદેવ તથા પૂજય શ્રી મામૈદેવ સહીત ના અવતારી પુરુષો એ તપ સાધના કરેલ હતી.દર વષૅ વૈશાખ સુદ ૧૪ ના હજારો યાત્રાળુ ઓ અહી દશઁને આવે છે.
” હિન્દુ વને હિંગલાજ ; મુસલમાન હજ કરી એ ચાર માયશ્રી ચડે ચંન્દ્રુવે જી ધાર ; ત જનમો જનમ મનખ જો અવતાર ; “
અર્થ :-
“હિન્દુ હિંગલાજ પીરસી આવે છે, મુસલમાનો હજ પઢે છે. તેટલો જ પુન્ય મહેશ્વરી મેઘવાળ ચંન્દ્રુવા ની ધાર ચડી ને તેની યાત્રા કરવાથી મેળવે છે. પુજ્ય મામૈદેવ કહે છે. જો ધ્રોક થી આ યાત્રા કરશે તો તમને જન્મો જન્મ સદ્કાર્ય કરવા શ્રેષ્ઠ અવતાર મનુષ્ય અવતાર પ્રાપ્ત થતા રહેશે”
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
“નર વેધ જંગ માતંગ દેવ કીધો, નો કુળી ગની કરમ કારૂંભે તે ચડયો, ત્રે કુળી કે દિધો નામ, સે જીવ વઠા કરમ બારમતી માય, છ કુળી ખૂટી કાદવ મે પયાં તેંજી વગત કથઈ ગોરમામ.”
સૌરાષ્ટ્ર ની ધરતી પર ગામ કદમગીરી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર મા આવેલ આ કારૂંભા ડુંગર નૂં તિર્થધામ પણ મહેશપંથી ઓ માટે અતિ યાદગાર અનૅ પવીત્ર ધામ છે. ડુગંર ની અધ્ધવચ્ચે જૈનમદીંરો છે. અને ટોચ પર દહેરી છે.તે દહેરી ની અદંર માતંગદેવ, લુણંગદેવ, અને લખણઈદેવીના ડુગંર ના પથ્થર માં કોતરેલા પગલા છે.દહેરી પાસે જુના જમાનાનૂં આબંલી નુ ઝાડ ઉભુ છે. લખણઈદેવી એ ધરતી ઉપર જયા ઝાંઝર નો ઘા કર્યો હતો. ત્યા વાવ ચણવામા આવી હતી આજે પણ તે વાવ ઝાઝંરવાવ તરીકે ઓળખાય છે. આખુ ગામ ઝાઝંરવાવ નૂ પાણી પીએ છે. આ કારૂંભા ડુંગર ઉપર નરમેઘયજ્ઞ થયો. મુળ શાસ્ત્રીય નામ ‘નરવેદજંગ’ એમ કહેવામાં આવે છે. આ કારૂંભા ડુંગર ઉપર નવકોડી જીવોનો તારણ થવાનૂ હતું પંરતુ છકોડી જીવો શ્રી ધણીમાતંગદેવ ના વચનો પર વિશ્વાસન કરતા તે યજ્ઞમાંથી ઉઠી ને ચલ્યા ગયા આથી ત્રણકોડી જીવોનૂં જ તારણ થઈ શકયુ. આ નરમેઘયજ્ઞ માં અમર બલીદાન શ્રી ગાભરાવાડા નામના મેઘવાળે આપ્યુ. આ સિવાય બાર વસોંત્રી બાર જાતીના મેઘવાળો ભેગા થયા.અહી થીજ બારમતી ધમૅપંથ ની શરૂઆત થઈ. આ નરમેઘયજ્ઞ વૈશાખ સુદ ત્રીજ ના પવીત્ર દિવસે થયેલ આથી આ પ્રસંગ ની યાદ માં સૌ યાત્રીકો વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ ના દિવસે કારૂંભા ડુંગર ઉપર શ્રી માતંગ દેવ ને તિર્થયાત્રા કરવા જાય છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~~*~
“ગંગા પ્રાચિ ગોમતિ : ચોબારી વએ અંજાર અણમોખઆ જીવ મોખ લોધા : લુણી વારા લુંણગદેવ તોજે આધાર”
ગામ લુણી તા. મુન્દ્રા જિલ્લો કચ્છ માં આવેલું આ તિથૅ મહેશ્ર્વરી મેધવાળો માટે નું મુખ્ય તિથૅ છે. કોઇપણ નવદંપતિ અહી પ્રથમ ગણપતી ની યાત્રા એ જરૂરઆવે છે. અને સુખી ગ્રહ જીવન માટે આશિવૉદ મેળવે છે. મહેશ્ર્વરી (મેધવાળ) જ્ઞાતી ગણપતી ને વધારે માને છે. મહેશ્ર્વરી નાં ઘર-ઘર માં ગણપતી બિરાજમાન છે. ગણપતી વગરનુ કોઇ ઘર ખાલી નહી હોય દર વષૅ ચૈત્ર સુદ ચોથ ના અહી મેળો ભરાય છે. સૌ યાત્રાળુઓ ખુબજ શ્રધ્ધા પ્રુવૅક અહી આવત્તા હોય છે. ગાંધીધામ(કચ્છ) માં મહેશ્વરીઓએ એક નવુ ગામ વસાવેલુ છે તે પણ ગણેશનગર તરીકે ઓળખાય છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~~*~
શ્રી લુણી (મુન્દ્રા) ગણપતિ મંદિર થી પશ્ચીમ દિશા એ લગભગ એકાદ કિ.મીના અંતરે આ સ્થાનક આવેલુ છે. તેને ગમણ ગુણેશ અથવા ગુપત ગણપતિ તરિકે પણ ઓળખે છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
મુન્દ્રા તાલુકા ના બરાયા ગામ માં આ ગણપતીજી નુ મંદીર આવેલુ છે. તેને ઉજારી મંજીવારા ગણેશ અથવા મંજીવારા ગણેશ પણ કહે છે. આ પુજ્ય શ્રી મામૈદેવ ના પાઘ ના ગણપતી છે. અહી બરાયા ની પવીત્ર નદી મા મામૈદેવ સ્નાન કરી બેઠા પછી તેમને એકાએક અલખદેવ નું સ્મરણ કરી પોતાની પાઘ ખોલવા લાગ્યા. બેઠેલા સ્વૅ મેઘવાળો આ જોઈ નવાઈ પામ્યા. શ્રી ધણી માતંગ દેવ આ મુર્તી આંણદ સુઈડીયા ના વણજયજ્ઞ થી પોતાની સાથે રાખેલ હતી.પછી લુંણગદેવ, શ્રી માતૈદેવ તથા શ્રી મામૈદેવ પાસે હતી. તે દિવસે મામૈદેવ કહ્યુ. આ પાઘ ના ગણેશ ને અહી બરાયા માં સ્થાપના કરી રાખવા છે. માટે તેને બેસાડવા માટે એક સારા હિડૉંળા ની વય્વસ્થા કરાવો.આથી સારા એવા સુથાર કારીગરો પાસે થી કલાત્મક હિડૉંળો તૈયાર કરવામા આવ્યો. બીજા દીવસે પુરા સામૈયા સાથે વીધી કરી શ્રી મામૈદેવ તે પાઘ ના ગણેશ ને તે હિડૉંળા માં સ્થાપીત કરી બરાયા ગામ મા ગણેશ ને ગાદી સ્થાપી તથા સમગ્ર મેઘવાળો ગતગંગા ને કહ્યુ તે હવે થી કોઈ પણ યજ્ઞ કાયૅ થાયતો તે યજ્ઞ કાયૅ ની ધરમ ની ધજા આ મંજીવારા કહેતા હિડૉંળા વાળા ગણેશદેવ પર ચડાવી યજ્ઞ કાયૅ બારમતી કરવી. જ્યારે કોઈ પણ ધર્મદાતા વણજયજ્ઞ કરે તો તે વ્યકિત અચુક સ્થાન પર આવે છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
“વી નખ સરજાવાર, મામૈ મુકેઆ બગથડે, આય કસ્તુરી જી ખાણ માલણ બેડે મળો મેઘવાર”
આ તિર્થધામ કચ્છ જીલ્લા ના અંજાર તાલુકા માં આવેલ છે. બગથડા એ મહેશ્વરી જ્ઞાતી નું મોટુ યાત્રાધામ છે. આ તિર્થે ને સજીવ શેણીથર પણ કહેવાય છે. એટલા કારણ થીજ કે આ તિર્થેધામ પુજ્ય શ્રી મામૈદેવ પોતાની હયાતી માં સ્વહાથે પોતાની તપસ્યા પૂણૅ કરી માથા ન વાળ તથા હાથ પગ ના વીસ નખ આ સ્થાન પર જમીન મા દફનાવી પોતાના જીવત તિર્થસ્થાન ની રચના કરી તે તિર્થ ને શેણીથર ના તિર્થ જેટલો મહિમા આપ્યો પછી આગમ વાણી ભાખતા કહયુ કે….
“શેણી સકેલો કરશે, નરમલ ન હોય સે નીર, અંજાર મંજ જાત્રા થશે, ભણે મામૈ શ્રી વીર”
અથૅ :- સિંધ નુ શેણી તિર્થધામ સકેલાઈ જશે. પવીત્ર શેણી નદી સુકાઈ જશે. પછી તે પવીત્ર યાત્રા કચ્છ – અંજાર માં થશે આ આગમવાણી સાચી પડી છે. માટે બગથડા ની યાત્રા દર વષૅ ચૈત્ર વદ ચૌદશ ના મેળા નુ આયોજન થાય છે. કચ્છ, કાઠીયાવાડ ગુજરાત દુર દુર દેશ પરદેશ થી અસંખ્ય મહેશ્વરી મેઘવાળો તિર્થ કરવા આવે છે. આખી રાત માતંગ દેવ નુ શાસ્ત્રજ્ઞાન કંથાય છે. બીજે દિવસે ભેટો ચડાવાય છે. આમ બગથડા તિર્થ આખી મહેશ્વરી જ્ઞાતી માં પ્રખ્યાત છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
“સર ન ચડીંધા સોપારી પસા ન બંધાઈધા પાગ, ત્રેંઈજાર તે જેની પાડો ન ચડાઈધો, દેવ મામૈ ચે જાડેજા આંજી છુટી પોંધી તરાર…”
આ સ્થળ ભુજ તાલુકા ના રાયધણ પુર ગામ પાસે આવેલી પુર નદી ના કાંઠા પર આવેલું અતિ પવિત્ર અને ચમત્કારી તિથૅધામ એટલે ત્રેંઇજાર ધામ….. આ ધામની સ્થાપના પૂજય શ્રી ધણી માંતગ દેવે કરેલી..પૂજય શ્રી માંતગ દેવ આ પૂર નદી કિનારા પર રહી ધણા વખત સુધી તપસ્યા કરી પછી એક દિવસ ત્રેંઇજાર જેમા પિલું થાય છે. તે ઝાડ તેનુ દાતણ કરી તેના ત્રણ પાંખીયા જમીન પર રોપ્યા. વખત જતા ત્રણ ડાળી વાળું એક ઝાડ ઉગી નિકળ્યું અને તે એક જ ઝાડ માં ત્રણ રંગના પીલુ પાકયા હોવાથી આ સ્થાન નું નામ ત્રેંઇજાર પાડવામાં આવ્યું. ત્રેંઇજાર મહેશ્ર્વરી મેધવાળો નું મોટુ તિથૅધામ ગણાય છે. શ્રી ધણી માંતગ દેવ સિંધ્ધ કરેલી પોતાની તમામ સિંધ્ધી અને આ ઝાડ પર મૂકી ચાલતા થયા. પંરતું અત્યાચારી પધ્ધરના રાજા અસપત વાધેલા નાં અત્યાચારૉ થી છોડાવવા તેઓ ફરી આ સ્થાન પર આવ્યા અને તેમણે તે જુલ્મી શાશક નો અંત કયૉ. અને પ્રજાને સુખી કરી. પછી થી પુજય શ્રી માતૈદેવે કચ્છ માં આવી ત્રેંઇજાર સ્થીત અગમ્ય શકિત ઓને પાછી મેળવી જાડેજાઓને કચ્છ નું રાજય જીતી આપ્યુ.આમ શ્રી માંતગ દેવ ના તંપ પ્રભાવ ને લીધે મહેશ્ર્વરી મેધવાળો માટે તથા કચ્છ રાજ જાડેજા ઓ ત્રેંઇજાર ની સિધ્ધી ઓના પ્રતાપે જીવ્યા આથી પવિત્ર તિથૅધામ બન્યુ.આ ત્રેંઇજાર તિથૅની યાત્રા આસો સુદ પુનમ ના દિવસે કરવામાં આવે છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
“સોનલી એ જો સોન, માતૈરાઈ ખથુરી નીપજે, ભરે ખથુરી ભાર, મૈયારી વેધા મારવે”
કચ્છ માં આવેલા સ્થાંનકો માંપુજ્ય શ્રી માતૈદેવ નુ માત્ર આ એક્જ સ્થાનક છે.તેની બાજુ મા આવેલા ગામનુ નામ વરસામેડી છે. આ સ્થાનક અંજાર થી ઉગમણી દીશા એ 10.કી.મી. અંતરે આવેલુ છે. વરસામેડી ગામ પણ જુના સમય માં અહી માતૈ તલાવડી(તરાઈ) પાસે જ હતુ.પરતુ સમય ના પ્રવાહો સાથે ગામ વસવાટ આગળ ખસતુ ચાલ્યુ.પુજય શ્રી માતંગદેવ ના પુત્ર શ્રી લુંણગ દેવ અહી કચ્છ મા આવી લુણીવાળા લુંણગદેવ તથા ગમણ ગુણેશની સ્થાપના વીધી કરેલ. તથા ત્યા વસ્યા.વસવાટ કર્યો..એટલે માટે જ વસવાટ શબ્દ પરથી વસાયાની મેડી કે વરસામેડી એવુ આ સ્થાનક નું નામ આપી અહી રહેવા લાગ્યા.
આ સમયે શ્રી લુંણગદેવ ના ઘરે પુત્ર જન્મ થયો. માતા પુંનવત દેવીના કુખે જ્ન્મેલ બાળકનુ નામ શ્રી માતૈદેવ રાખવામા આવ્યુ.ત્યાર બાદ લુંણગદેવે અહી એક તલાવડી ખોદાવી જે શ્રી માતૈદેવ ના નામ પરથી માત્તૈતરાઈ એવુ નામ આપ્યુ. આમ માતૈતરાઈ પછી થી લોકભાષા મા બોલતા સૌ કોઈ તેને માતંગરાઈ કે માતૈરાઈ આવા નામો થી ઓળખવા લાગ્યા. અહી આજે પણ તે પ્રાચીન ઝાડનુ ઝાર તથા તલાવડી આવેલા છે. આ તલાવડી ની પાળ ઉપર માતૈદેવ ની યાદ રૂપે એક શીલા ખોડવામા આવી છે. તે હાલ યથાવત છે. પુજ્ય શ્રી મામૈદેવ આ સ્થાનક વીશે ની આગમવાણીમાં કહ્યુ છે કે જ્યારે કલયુગ પુરો થશે અને પચોરથ યુગ આવશે ત્યારે આ માતૈરાઈ ની પવીત્ર ભુમી માંથી એક ખથુરી નામનુ ખનીજ મળશે.જે ખનીજ અતી કીંમતી હશે.આ તપો ભુમી ખુબજ ચમત્કારીક તથા યુગ પચોરથ ના પવીત્ર સ્થાન રૂપ છે.
શ્રી માતૈદેવ ને યાત્રા આ સ્થાનક પર જુના સમય થી જ હોળી પડવો(ધુળેટી) ના દીવસે કરવામા આવે છે. પુજ્ય શ્રી માતૈદેવ નો નીવાણૅ દીવસ છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
પાલારા ભિટ અથવા ભાનાર ભિટ –
આ તિથૅ સ્થાન પણ ભુજ તાલુકા ના પાલારાગામ પાસે આવેલ છે. અહી મતિયા દેવ નું સ્થાન છે. પૂજય શ્રી મામૈદેવેના ધમૅપત્ની ભોરીદેવી મુલ્તાન ના સુફી ફકીરો ને મુલ્તાન મા જ રહી ગયેલા તેમના વાસણો પોતાના પ્રતીવૃતા ના પ્રભાવ થી મંગાવી ને સવૅ ને જમાડયા તે પ્રસંગ ને તાજુ કરતુ સ્થળ છે. ભોરીદેવી આ સ્થળ પર તે ફકીરો ને જમાડયા પછી તે ફકીરો તે વાસણો અહી છોડી ગયા જે આ સ્થળ પર ભાનારવા માં આવ્યા એટલે કે દાટી દેવા માં આવ્યા તેથી જે ટીંબો થયો તે ભાનાર ભિટ તરીકે ઓળખાયો..
જે કોઈ ની પાસે પાલારભીટ અથવા મતીયાદેવ ના સ્થાન નો ફોટોગ્રાફ હોય તો મારા E-mail Address :- dreams_1518@yahoo.com પર મોકલાવા મહેરબાની કરશો….
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
ભારત ની ભુમી સંતો, મંહતો ની અરીહંતો પીર ફકીર ઓલીયાઓ ની ભુમી છે. તેઓ જ્યા જીવ્યા તે ભુમીને આજે પણ સ્થળો ના નામકરણ તેમના નામ કરી એવી વિભુતીઓને જીવંત રાખ્યા છે. એવોજ ઐતેહાસીક સ્થળ જે અબડાશાતાલુકા ના નલીયા ગામ થી 25 કી.મી દુર ગોયલા ગામ નજીક “ઈન્દ્રીય(ધ્રો) છેલ્લો” આવેલ છે જેનુ મહત્વ આપણા મહેશ સંપ્રદાય માં ખુબજ અગત્ય નુ છે.
આ સ્થળ કચ્છ ના જાડેજાઓને અપાવેલી જીત તેમની સૈનીક શકિત નો પરીચય આપે છે. માત્ર એટલુ જ નહી પરંતુ ઉનાળા ના દિવસો મા અતી તરસ ના તાપ થી તડપતા લશ્કર ને મામૈદેવે પોતાની ઈન્દ્રીયાતીત શકિતથી પૂથ્વીમાંથી જળધારા ઉત્પન્ન કરી સર્વેને પાણી પીવડાવી સંતૂષ્ટ કર્યા તે પ્રસંગ કથા 700 વષઁ ના જુના પ્રંસગ ને જીવત લાગે તે રીતે ત્યા ત્રણ વષઁ ના સતત દુષ્કાળ મા નીર્જન – પાણી વિનાના વિસ્તાર માં સરકાર શ્રી તરફ થી એજ ઈન્દ્રીય(ધ્રો) છેલ્લા ના સ્થળે વાવ બનાવવા માં આવી છે. આજે પણ ત્યાના લોકો તથા પશુઓ પાણી ની તરસ છીપાવી યુધ્ધ વિજેતા શ્રી મામૈદેવ ને યાદ કરતા રહે છે.
આ ઇન્દ્રીય છેલ્લા ની નજીક એક શીલા છે. જેના પર શિલાલેખ માં એ પ્રકારનો ઇતિહાસ અંકિત કરવામાં આવ્યો છે. કે “પૂજય શ્રી મામૈદેવ જાડેજા જામ વહેણજી ના પુત્રોને યુદ્ધ માં વિજય અપાવ્યા બાદ પક્ષધાત રોગથી કુંકિત થઇ જામ મૂળવાજીના હાથો ને રોગમાંથી મૂકત કરાવી બાહુબળ મજબુત કરી, રાજતીલક કરી વિજય અપાવ્યા બાદ યાદ બાંધી સોપારી મંત્રિત કરી રાજ તિલક કરાવેલ” જેની ઐતિહાસીક વિગત આ શિલાલેખ માં અકિંત છે. પંરતું જંગલ વિસ્તાર હોવાથી વરસાદ તેમજ માલધારી ઓના ત્રાસ થી લખાણ ના અક્ષરો વાંચી શકતા નથી.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
ગામ ગુડથર તા અબડાસા જિ.કચ્છ માં શ્રી મામૈદેવ ના મોટા પુત્ર મતીયાપીર નું સ્થાન આવેલુ છે. શ્રી મામૈદેવ ના વરદાન મુજબ “હયાતી માં તારી કલામ (સિધ્ધી) કામ નહી કરે પણ પાછળ થી તારી પીર તરીકે પૂજા થશે. હાલમાં મતીયા પીર નું ગુડથર તિથૅધામ અનેક ગણુ ક્રિયાશીલ છે. શ્રી મતિયા પીર નો મેળો ચૈત્ર વદ ચોથ ના રોજ ભરાય છે. તે વખતે સૌથી વધારે કચ્છ તથા હાલાર માંથી બહોળી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટાય છે. જે હાજરા હજુર દિવ્ય શકિત નું પ્રમાણ છે. મતિયાપીર ની દિવ્ય ચેતના ઉજૉની અસર અને અનુભૂતિ નો સ્વાદ લઈ ને લોકો ધન્ય-ધન્ય બની જાય છે. શ્રી મતિયા દેવ ના કચ્છ માં ધણા પરચા મોજુદ છે. તેમા મુખ્ય તેમણે મધદરિયે ડુબતા વહાણ ને બચાવ્યું જેની સાબીતી રૂપ તે ડુબતા વહાણ નું લંગર જે આજેણ શ્રી મતિયા દેવ ના મંદિર નાં પ્રાગણ માં પડેલુ છે. શ્રી મતિયા દેવ તથા શ્રી તમાચી પીર ની દોસ્તી અતિ યાદગાર રીતે સચવાયેલી છે. શ્રી તમાચી પીર ની ઈચ્છા પ્રમાણે તેમની દફનવીધી શ્રી મતિયા દેવ ના ચરણ કમલો પાસે કરવામા આવી છે. આથી જ મતિયાદેવ નો ખૂબજ મહિમાં ગાવામાં આવે છે.
“સુવે સરગ જો દાતાર, મોવડ થીંદો દેવ મતીયો ,મતીયો મોર હલે, ગત સજી હલે દેવ પુઠીયા મતીયા તો કે માન, પંજે હદ ઉરીદેવ પધરો, તર તમાચી પીર, મોરી મથે દેવ મતીયો, ભરી ધો ધરમ જી સાંખ, માલણબેડે દેવ મતીયો……”
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~
“પજે ઓળેમે પધરો સત વીયુ તુકે સાથ ત્રે કોડી કે તારીને મતિયા ગુર નજ કરમ જે આધાર.”
શ્રી વેજલ મતીયાપીર નુ સ્થાનક અબડાસા તાલુકા ના ગુડથર ગામ પીર શ્રી ગુડથર મતીયાદેવ ના સ્થાનક પાસે જ ઉતર દીશા બાજુ શ્રી મતીયાપીર ના વાડાની બહાર આ સ્થાનક આવેલુ છે. આમ શ્રી મામૈદેવ ના મોટાપુત્ર શ્રી મતીયાદેવ ના ચાર પુત્રો માંથી સૌથી નાના પુત્ર તે શ્રે વેજલ મતીયા પોતાના પીતા શ્રી ની જેમ જ તેમના પરચા ગવાય છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~
“ઉરસે ખુરસે જી વાટું ડીયે, સરગ ડીયે,સરગ સમોપીએ બુધ્ધી ડીયે બાવન વીર, સાડી સોડ ને અભગબળ”
અબડાસા તાલુકા ના વીંઝાણ ગામ પાસે આવેલુ શ્રી ગેબી મતીયા પીર ના પણ પરચા અપંરમપાર છે. શ્રી ગેબી મતીયાપીર નુ મુળ નામ શ્રી સામરા સામજી મતીયા…..સામરાદેવ પોતાની સત સીધ્ધી ને કારણે જમીન મા ગેબ થઈ ગયા. આથી તેઓ ગેબી તરીકે ઓળખાયા.તેઓ શ્રી ભાટ ગ્રંથો ના આધારે પુજ્ય શ્રી મામૈદેવ થી આઠ મી પેઢી પીર થયા.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~
“મકલી મે ગુરમામ , વલસરે ભોજો મતીયો”
માંડવી તાલુકા ના વલસરા ગામે આ સ્થાનક આવેલુ છે.મતીયા ઓડ મા આ અતી ક્રિતીમાન પુરૂષ થયા. તેઓ પુજય શ્રી મામૈદેવ થી તેર મી પેઢી પીર થયા. તેમ સૌ કોઈ નુ માનવુ છે. મકલી મા મામૈદેવ જે સ્થાન પર બીરાજે છે. તેવુ સ્થાન માત્ર વલસરા ના ભોજદેવ મતીયા ને જ મળ્યુ છે. આ બોલ પર થી જ તેમની મહાનતા કેટલી હશે તે જાણી શકાય છે. તેમના પરચા ઘણા છે. તેમના ધઁમપત્ની સુંઢીમાતા જેઓ સીંધ ના હતા. શ્રી ભોજદેવ મતીયા નુ દેહાંત હાલાર ના લાલપુર તાલુકા ના ઘોઘેડા ગામે થયુ પછી તેમની ઈચ્છા અનુસાર અંતીમ દફન ત્યા ન કરતા તેમની અર્થી ને દરીયા ના પાણી આ વહાવળાવી દેવા મા આવી. તે અર્થી હેમખેમ તરતી તરતી માંડવી તાલુકા ના વલસરા ગામ આવી અને પછી તેમણે માંડવી ના મુખ્ય મેઘવાળ આગેવાનો ને જાણે રૂબરૂબ આવી ને સર્વે વાત સમજાવી પડી. પોતાની ઈચ્છીત જગ્યાએ દફન વીધી કરવામા આવી..
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~
“હયે ધરમજો સાકંળો, હયે બની રૂપ તું હજુર, પળતર જે કારણ ગત જની મતીયે કે ન મંજ્યો ભરીદા દોજક જો મુર, તે જો ચડયો ધરમ જો બુર…”
આ સ્થાન મુન્દ્રા તાલુકા ના ભુજપુર ગામ પાસે આવેલુ છે. શ્રી ભોજારાવાળા મતીયાદેવ એવી રીતે આ સ્થાનક ઓળખાય છે. પરતું તેઓનુ મુળ નામ માતંગ દેવા મતીયા હ્તુ આ યાત્રાધામ જરૂર જોવા લાયક છે. ચારેબાજુ વેરાન વીસ્તાર છે. કયાય પાણી જોવા ન મળે. આ સ્થાનક પર શ્રી ભોજારા મતીયાદેવ નો એક વીરડો છે. તેમા સતત બારેમાસ પાણી રહે છે.ગમે તેવા દુકાળો માં પણ આ વીરડો તેમનો તેમ રહે છે. અનેક માણસો, પશુ-પંખીઓ આશ્રયદાતા બની ને પોતાની તુષા છીપાવે છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~
શ્રી સતકુંવર દેવ નું સ્થાનક ભુજ તાલુકા ના નોખાણીયા ગામે આવેલુ છે. શ્રી સત કુંવર દેવ તે પુજય શ્રી મામૈદેવ ના વહાલસોયા પુત્ર મેંધાણદદેવ નાં સૌથી મોટા પુત્ર થાય.આમ શ્રી મામૈદેવ ના પોત્ર નું કુદરતી અને પાકતિક સૌંદયૅ વચ્ચે વિકાસશીલ પાવરપટ વિસ્તાર માં આ એક માત્ર તિથૅ સ્થાન છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~
“ઘુમલી જો ગણેશ સોમીયો મહાદેવ, પ્રભાતે ઉથી એનશ પઢે, મામૈ ભણે માઈશ્રીઆ તેંજા અખુટ ભંડાર ભરે, જેજા મનજા માણારો પૂરે, ઘુમલી જો ગણેશ”
હાલાર માં ઇતીહાસ પ્રસિધ્ધ નગરી ઘુમલી ત્યા આવેલુ પ્રાચીન શ્રી ગણપતી નું મદિંર છે. આ ગણપતીજી ને ઘુમલીવારા ગણેશદેવ એમ ઓળખવામા આવે છે. ઘુમલી માં પૂજય શ્રી મામૈદેવ ઘણા સમય સુધી રહ્યા હશે તેવા ઘણા પ્રંસગો મળી આવે છે. જ્યારે ઘુમલી પર બાદશાહ અલ્લાહુદીન ખિલજી ચડી આવ્યો ત્યારે પૂજય શ્રી મામૈદેવ નાં પુત્ર મંડચદ જે રીતે ઘુમલી નગર બચાવ્યુ તે ઐતીહાસીક પ્રસિધ્ધ પ્રસંગ છે.આ પછી પૂજય શ્રી મામૈદેવ નાં બીજા પુત્ર શ્રી મેઘાણંદદેવ આ ઘુમલી તથા બરડા ડુંગર નાં વન મા બાર વષૅ સુધી રહી તપસ્યા કરી તથા ચૌદ કરીયાણા વંણજ યજ્ઞ કર્યુ. અને આ ઘુમલીવારા ગણપતીજી દાદા પાસે થી ઇચ્છીત વરદાન માંગી પોતે પાપ દોષીત રહીત થયા. હાલાર પંથકના સરતધારી મેઘવાળો હાલ માં આ સ્થાનક પર સારુ એવુ કામ કરી વિકાસ કયોઁ છે. તેમની કામગીરી ને બીરદાવવા જેવી છે કચ્છ લુંણી વારા ગણેશદેવ ની જેમ ત્યા પણ દર વષૅ ચૈત્ર સુદ ચોથ ના મેળા નું આયોજન થાય છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~
આ ધામ હાલાર માં આવેલુ છે. ત્યા બિરાજમાન ગણપતીદેવ ને પહેલા સુમરા રજ્પુતો પુજતા હશે. આથી સુમરા અટક પર થી તેમનુ નામ સુમરીયા ગણેશદાદા એવુ પડયુ.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~
“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર”
જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય શ્રી મામૈદેવે પોતાના પીતાશ્રી માતૈદેવ જે અજેપાળ ના અવતાર હતા. અજેપાળ નુ સ્મરણ કરી જુનાગઢ ઉપર બાર વષૅ ના દુષ્કાળ ને ટાળવા અને મેઘધારા કરવા માટે કઠીન તપસ્યા આદરી હતી. આ ભુમીને સમસ્ત મહેશ્વરી સમાજ જેને શ્રી અજેપાળ – ધંધુસર ધામ તરીકે પુજતા રહ્યા છે. આ વીસ્તાર અજેપાળ ના મંદિર તરીકે પ્રખ્યાત છે.અહી યાત્રીકો, અતીથીઓ માટે ભવ્ય વિશ્રામ ભવનનું નિર્માણ થયુ છે.
~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~~*~ ~*~ ~*~ ~*~