જુનાગઢ માં જળપ્રલય
~: મામૈદેવ ની સહાનુભુતી અને જળપ્રલય માંથી જુનાગઢ નો બચાવ :~
શ્રી મામૈદેવ ગઢઘુમલી થી હાલાર ની અનેક જગ્યાઓ ફરી ફરી સૌરાષ્ટ્રમાં જુનાગઢ તરફ આવવા રવાના થાય છે. જુનાગઢ માં સૌ પ્રથમ ધધુંસર ગામે આવ્યા. સૌરાષ્ટ્રમાં ખાસ કરી ને જુનાગઢ રાજ્ય માં દુષ્કાળ ના ઓળા ઉતર્યા વર્ષો પસાર થતા જાય છે. વરસાદ પડતો નથી. પીવાલાયક પાણી ને અછત વરતાય છે. ગત ના ભલા માટે ધધુંસર આવી શ્રી મામૈદેવ ધ્યાન માં બેઠા. આથી તેઓને ખ્યાલ આવી ગયો કે જુનાગઢ રાજ્ય પર બાર વર્ષ નો ભંયકર દુષ્કાળ છે. પ્રજા,પશુ-પક્ષી ના ભલા માટે આ સમસ્યા નો ઉકેલ કરવો પડશે. આ સમય દરમ્યાન જુનાગઢ ને રાજગાદી પર ચુડાસમા નુ રાજ્ય હતું.
શ્રી મામૈદેવ ધધુંસર થી જુનાગઢ આવ્યા. મામૈદેવ ને રોજ સવાર માં ન્હાવા નો નીયમ હતો. તે નીયમ અનુસાર મામૈદેવ તળાવે ન્હાવા ગયા. દુષ્કાળ વખતે આ તળાવ નુ પાણી ફકત પિવા માટે ઉપયોગ મા લેવાય છે. ચુડાસમાં રાજાએ તળાવ પર ચોકીપહેરો ગોઠવી દીધો હતો જેથી પાણી નો દુરઉપયોગ ન થાય. તળાવ ના ચોકીદાર ને ખબર પડતા શ્રી મામૈદેવને રાજ્ય સભામાં રાજા ચુડાસમા પાસે લઈ આવ્યા…રાજા બોલ્યા.. દુષ્કાળ ને કારણે તળાવ નું પાણી ફકત પિવા માટે રાખેલ હોવા છતા આપે તેમા સ્નાન કરી ને રાજ્ય નો ગુન્હો કર્યો છે.
જુનાગઢ ના જયોતીષો નુ કહેવુ છે કે જુનાગઢ રાજ્ય પર બાર વર્ષ નો સખત દુષ્કાળ પડશે… પરતું મામૈદેવ બોલ્યા જોષીઓના જોષ ખોટા છે. જુનાગઢ રાજ્ય પર દુષ્કાળ નથી અતીવુષ્ટી ના એંધાણ દેખાઈ રહ્યા છે. આવા વચનો સાંભળી ને લોકો કહેવા લાગ્યા કે અમારા જ્યોતીષ હજુ સુધી ખોટા પડયા નથી. જ્યારે જ્યારે તેમણે આગાહી કરે છે તે સાચી પડી છે. તે વંશ-પરંપરાગત જયોતીષો છે. આમ સભામા દુષ્કાળ ની ચર્ચા નીકળે છે. રાજ જ્યોતીષી જણાવે છે કે રાજ્ય પર બાર વર્ષ નો દુષ્કાળ એ વીધાતા ના લેખ ને જેમ અટલ છે. મામૈદેવ રાજા’ ને કહેવા લાગ્યા કે આ વર્ષે વરસાદ સારો આવશે.અહી તમારા રાજ્ય માં તો મોટો જળપ્રલય થવાનો છે. આવતી કાલે અષાઢી બીજ છે. સવાર થી જ વરસાદ ની સારી શરૂઆત થઈ જશે. રાજા બોલ્યા આકાશ માં એક પણ વાદળ નથી. એટલે કાલે વરસાદ આવવો તે સંભવ નથી.. શ્રી મામૈદેવ ની વાત મા રાજા ને અવિશ્વાસ આવતા રાજ્યસભા માથી ઉઠી ને મામૈદેવ ચાલ્યા જાય છે.
ખુદ રાજા ચુડાસમા ખુબજ ચિંતા મા મુકાય ગયા. મામૈદેવે પછી સર્વે મેઘવાળોને સુચના આપી કે સર્વે મેઘવાળો સુરક્ષીત ઉંચા સ્થાન પર જતા રહો સાથે સાથે જરૂરીયાત ની ખાવાપીવાની સાધન-સામગ્રી લઈ લો. આજે ખુબ વર્ષા હેલી થવાની છે. આમ મામૈદેવ પોતે ગરવા ગિરનાર ડુંગર ની ટોચ પર ચડી ને ધ્યાન માં બેસી ગયા. ધધુંસર માં પીંગળદેવો ની સાધના કરેલી તે પીંગળદેવો પાસે કામ કરાવ્યુ… ત્યાર બાદ શેણી ના દાદા શ્રી માતંગ દેવને યાદ કરતા કહે છે કે “હે માતંગદેવ હું ગિરનાર ની ટોચ પર ચડી ને આપને પોકારૂ છુ, સાદ કરૂ છુ. આપ તો અગોચર માં વસો છો” મારો અવાજ સાંભળી ને મેઘલી ગત ની વ્હારે આવો…… મદદે આવો…….
મામૈદેવે રાગ મેઘમલ્હાર માં મેઘ વિંનતી ગાવા ની શરૂઆત કરી.પ્રથમ મામૈદેવે પવનદેવ ને સ્તુતી કરી વરૂણદેવને કહ્યુ કે ગમે ત્યાથી મેઘ વાદળો લઈ જુનાગઢ પર ભેગા કરો.. આમ મેઘ વાદળો ભેગા થયા. સૂર્યદેવતા પણ ધ્રુજવા લાગ્યા. પ્રકુતી વાતાવરણ માં હલચલ મચી ગઈ. આમ ગીરનાર ની ટોચ પર ધ્યાન ધરવાથી હવામાન બદલાય છે. અને રાજા ને વરસાદ આવવાના એંધાણ દેખાય છે. આકાશ મા વાદળાઓ ઉમટી પડે છે. વાદળા કાળા ડીબાંગ થઈ ને આભ ને ઢાંકીદે છે. જોરદાર વિજળી ના કડાકા ચમકારા ની સાથે વરસાદ ની શરૂઆત થઈ જાય છે. આમ મામૈદેવ ની મહેર થી જુનાગઢ પર ભંયકર મેઘગજૅના સાથે મુસળધાર વરસાદ તુટી પડયો….રાજા જુએ છે તો બારે મેઘ ખાંગા થઈ જાય છે. છતા વરસાદ બંધ થવાના એંધાણ દેખાતા નથી..
વાવઝોડા સાથે વરસાદ બંધ ન થતા રાજ્ય ના પંડીત ખુબ જ મુંજવણ મા પડી ગયા. રાજા ખુદ પણ બેઘાના બની ગયા ખરેખર આતો મેઘવાળ ના ગુરૂ મામૈદેવ નો પ્રતાપ છે. જેની સિધ્ધી થકી આ વરસાદ થયો એવુ રાજ્ય ના રાજા ચુડાસમા થી લઈ ને સૌને પ્રતીત થવા લાગ્યુ. ઘણા માણસો ગિરનાર ની ટોચ પર ચડી મામૈદેવ ને વિંનતી કરવા લાગ્યા. જુનાગઢ ના રાજા પણ ગિરનાર પર ચડી જ્યા મામૈદેવ ધ્યાન માં બેઠા હતા. પહોંચી મામૈદેવ ને પગે પડયા અને કરગરી કહેવા લાગ્યા કે મામૈદેવ મને માફ્ કરો તમોને સમજવામા ખુબ મોટી ભુલ કરી….. હે મેઘવાળો ના દેવ મેઘ પાછો વાળો અન્યથા જુનાગઢ સાથે સાથે ગિરનાર પણ ડુબી જશે આપ દયા કરો અને આ હોનારત માંથી ઉગારો….
રાજય સભાના પંડીત ને સલાહ મુજબ થાળીમાં હિરામાણેક લઈ ને રાજા મામૈદેવના પગ ને પખારે છે.રાજાની આજીજી સાંભળી મામૈદેવ ને મન મા દયાભાવ સહાનુભુતી ઉત્પન્ન થઈ અને કહેવા લાગ્યા કે રાજા મેઘ મારા થી પાછો નહી વળે મેઘવાળો (મહેશ્વરી) થી વળશે. મામૈદેવ ઉપાય સુચવતા કહે છે કે મેઘવાળો ને જઈ ને કહો કે તેઓ એક થાળ મા નીચેથી વરસતા વરસાદે લઈ આ વરસાદ નુ પાણી એક થાળ માં ઝીલી લઈ તે થાળ મારી આ દાઢી ને અડાડે ત્યારે આ વરસાદ બંધ થશે…
આમ (મહેશ્વરી) મેઘવાળ ગત માંથી નીચેથી એક થાળ પકડી તેમા વરસાદ નું પાણી ઝીલતા ઝીલતા ગિરનાર પર ચડવા લાગ્યા..અને આ પાણી ભરાયેલ થાળ મામૈદેવ ની દાઢી ને અડાવ્યો અને તુંરતજ વરસાદ બંધ થઈ ગયો. આ રીતે મેઘવાળોના હાથે આ જળપ્રલય નો અંત આવ્યો અને સર્વે આંનદ મંગલ વરતાયો… પ્રકુતી શાંત થાય છે. મામૈદેવ ના ચમત્કાર થી જુનાગઢ ના રાજા ચુડાસમા નુ મન પ્રસન્ન થયુ. તેઓ મામૈદેવ ને રાજમહેલ માં તેડી આવ્યા અને ભકિતભાવ થી પુજા કરી મામૈદેવ ના શિષ્ય બન્યા…..