April 6th 2008

અલખ અવતારી પુરુષો

-: મહેશપંથી ધમૅ ના અલખ અવતારી પુરુષો :-

સિંન્ધ-પાકિસ્તાન મા આવેલા મહેશ્વરી સમાજ ના ચાર તિર્થધામો…….

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

matangdev.jpg પૂજય શ્રીઘણી માતંગદેવ નું સ્વઘામ – શેણીથર

આ ધાર્મિક સ્થળ હાઇઢકણ શેણી ગામ પાસે આવેલ છે. શ્રી ઘણી માતંગ નુ અતિ પવિત્ર સ્થળ એટલે શેણીથર. તે ભારત પાકિસ્તાન ની સરહદ પર ના પ્રદેશ મા આવેલુ છે. કરાંચી શહેર થી પ્રૂવઁ તરફ આશરે 160 કિ.મી. દુર હૈદ્રાબાદ શહેર આવેલ છે. હૈદ્રાબાદ થી આશરે 100 કિ.મી દુર દક્ષીણ મા બદીન શહેર આવેલ છે. આ તિર્થ નો ખુબજ મહિમા ગવાય છે.

 શેણીથર આય ભવ જો તારણહાર શેણી આય જુગાજુગ જો આધાર શેણીજો સ્નાન, કનિક સભાગીએ કે સપજે, ખડિયા કરો કંધ જે શંભુડા શેણીથર તે શેણીજો સ્નાન, મન મુર ન વસરે  માતંગ વડો દેવ, સમાણુ શેણીથર મે

શેણીથર એ શ્રી ઘણી માતંગદેવ  નુ સ્વઘામ યાત્રા ભુમિ પર હૈદ્રરખાન સાથે ના થયેલા તેમના યુદ્દ્ધ માં શ્રી ઘણી માતંગદેવ ફરી એક વખત વૈશાખ સુદ ત્રિજ અને સોમવાર ના અતી પવિત્ર દિવસે શહિદગાદી ને પ્રાપ્ત થયા. આમ  શ્રી ઘણી માતંગદેવ નુ જીવન સગ્રાંમ મા પ્રુણ્ર થયુ. તેમની યાદ કચ્છ માંથી હાલાર માંથી તથા સિંધ કરાંચી માંથી વસતા મહેશ્પંથી મેઘવાળો હમેંશા તે દિવસે સંઘ બનાવી યાત્રાએ જતા. પંરતુ હાલ મા 1947 થી ભારત પાકિસ્તાન ના ભાગલા પડવાથી સિંધ નો આ પ્રદેશ પાકિસ્તાન ની સહરદ માં ચાલ્યો ગયો છે. આ સાથે કચ્છ તથા હાલાર માં વસતા મેઘવાળો માટે આ તિર્થયાત્રા બંધ થઇ પરંતુ પાકિસ્તાન સરકારે તે યાત્રાધામ  માન્ય રાખી ત્યા કંરાચી સિંધ માં વસતા મેઘવાળો ની યાત્રા કરવાની છુટ આપે છે.આથી ત્યા ના મેઘવાળો નિયમિત નિયમ્ દ્રોક મુજબ આ યાત્રાની પંરપરા જાળવી રાખી છે.   

“ભેટું ચડે ભવ સુધારે ઓ , કરો શેણીજો સ્નાન, મામૈભણે માયશ્રીઆ ,આંકે અંચીધા વૈકુઠજા વેમાન”

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

lurangdev.jpg પૂજય શ્રી લુણંગદેવ નું સ્વઘામ – ઠરઈ

ધાર્મિક સ્થળ પણ સિંધ પાકિસ્તાન માં ઠરઈ ગામ પાસે આવેલુ છે. હૈદ્રાબાદ શહેર થી આશરે 25 કિ.મી દુર ઠરઈ ગામ આવેલ છે. તે શ્રી લુણંગદેવ નુ પવિત્ર તિર્થસ્થાન છે. શ્રી લુણંગદેવ ગણપતી ના અવતાર હતા. પૂજય શ્રી ઘણી માતંગદેવ  નો હૈદ્રરઅલી સાથે પરાજય થતા શ્રી લુણંગદેવે હૈદ્રરઅલી સાથે ભયંકર યુદ્દ્ધ કર્યુ હતુ. આ યુદ્દ્ધ દરમ્યાન અધ્ધરતી ચકર થી હૈદ્રરઅલી નો શિરછેદ કર્યો હતો આ યુદ્દ્ધ દરમ્યાન શહિદ થયેલા રાજપુત સુમરા નો ઉધાર શ્રી માતંગ દેવે કર્યો હતો.     

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

mtaidev.jpg

 પૂજય શ્રી માતૈદેવ નું સ્વઘામ – ભાદરા

તિર્થ પણ સિંધ પાકિસ્તાન માં શ્રી લુણંગદેવ તિર્થધામ ઠરઇ ગામ પાસે થી આશરે 3 કી.મી દુર હાજી સાવણ ગામ આવે છે. અહિ માતૈદેવ નું ધાર્મિક સ્થળ છે. શ્રી માતૈદેવ અજેપાળ તેમજ આય્રુવેદ ના મહ્ષ્રી શ્રી ધનવતરી  ના અવતાર હતા

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

mmaidev.JPG પૂજય શ્રી મામૈદેવ નું સ્વઘામ – મકલી

તીર્થધામ પણ સિંધ પાકિસ્તાન માં આવેલા નગરઠઠા  ગામ પાસે ના વિસ્તાર મા આવેલુ છે. શ્રી માતંગ દેવ ગત સમાજ માં આવ્યા ત્યારે કહેલ કે કંથનહારો આવશે ચોથે પગ મામૈ પડંત વછવાર પછી શ્રી લુણંગદેવ તથા માતૈદેવ પણ પ્ર્માણે ભવિષ્યવાણી કહી વિદાય થયા. તમામ કાર્યો શ્રી મામૈદેવ ના જીવન માં પૂંણૅ થયા. પૂજય મામૈદેવ નું તિર્થ યાત્રા સ્થળ અતિ ચમત્કારીક ગણાય છે. પૂજય મામૈદેવ પોતાના જીવન ની અંતિમ આગમ વાણીઓ અહી ભાખી હતી. તેમનુ ધડ થી જુદુ પડી ગયેલુ મસ્તક આગમ ના વેદ ભાખતુ રહયુ અને ધડ તેને હુકાંરો આપ્યો પછી અહી ના પવીત્ર મક્લી ના સ્મશાન માં પૂજય શ્રી મામૈદેવ નું ગમન થયું. શ્રી મામૈદેવ  શ્રી બ્રહાજી ના અવતાર હતા ઉંપંરાત ઉજ્જેનનગરી ના રાજા ભરથરી અને ક્વી કાલીદાસ ને શ્રી મામૈદેવ  ના અવતાર માંનવા માં આવે છે.

મામૈદેવ ના દસ અવતાર :-

 રખિસ્તાન બાદશાહ, કવિ કાલિદાસ, હેમાજર રાજા, પડીંત મેરદાસ, જલ ભરથરી, અમયા ઋષો, મૂસા નબ્બી, ધોરમનાથ, દૈવાયત પડીંત, પડીંત મામૈદેવ…..  

( ઉપરોકત અવતાર નો ક્રમ આગળ પાછળ હોવા સભંવ છે.)

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

You must be logged in to post a comment.