શ્રી ભુરીદેવી
~: મામૈદેવ ના ધર્મપત્ની શ્રી ભુરીદેવી :~
પુજ્ય શ્રી મામૈદેવ અનેક જીવો નો ક્લ્યાણ કરવા કચ્છ ફરી ફરીને સૌરાષ્ટ્ર બાજુ આવવા રવાના થાય છે. ત્યા તો થોડા સમય માં મામૈદેવ ની ગેરહાજરી માં સિંન્ધ ના અમુક પ્રદેશો માંથી કેટલાક સુફી-સંતો, ફકીરો મામૈદેવ ને મળવા માટે કચ્છ બાજુ આવવા પ્રયાણ કરે છે. આ સુફી-સંતો મામૈદેવ ને ખુબસારી રીતે જાણતા હતા અને સાથે સાથે ઘણી આશાઓ લઈ આવ્યા હતા. ખરેખર મામૈદેવ ને મળવુ સુફી-સંતો, ફકીરો ના નશીબ માં હશે જ નહી…. આ સુફી-સંતો મામૈદેવ ના ઘરે પહોચ્યા ત્યા તો મોટા પુત્ર શ્રી મતીયાદેવ અને મામૈદેવ ના ધર્મપત્ની શ્રી ભુરીદેવી એ તેઓનું ખુબજ માનપુર્વક સ્વાગત કર્યુ. શ્રી મામૈદેવ ની ગેરહાજરી ને કારણે મતીયાદેવે તેઓની લાગણી ને માન આપી ને તેઓની સાથે જ્ઞાન-ગુસ્તી કરી. આ જાણી ને ફકીરો ખુબ જ આનંદ મા આવી ગયા. આ સુફી-સંતો પણ વિદ્રાન અને ઈલ્મ ના જાણકાર હતા. આ સુફી સંત ના જ્ઞાન થી બાળક મતીયાદેવ પણ પ્રભાવીત થયા અને થોડો સમય પસાર કર્યો..
જ્ઞાન ગુસ્તી ની સાથે સાથે ભોજનનો સમય થયો..એટલા માં ભુરીદેવી તથા બાળક મતીયાદેવ સુફી-સંતો ને આજીજી કરી કહેવા લાગ્યા કે ઓલીયાઓ તમો સર્વે જમવા બેસી જાવ રસોઈ તૈયાર થઈ ગઈ છે. સુફી-સંતો ફકીરો ના નિયમ અનુસાર ભુરીદેવીએ નાના માટી ના વાસણોમાં જુવાર ની રાબ બનાવી હતી. પરતૂં જાણે સુફીઓ પરીક્ષા કરતા હોય તેમ કહેવા લાગ્યા કે માતા ભુરીદેવી અમો ફકીર સંસાર ને ચટાકેદાર રસોઈ ખાતા નથી અમે તો માત્ર શરીર ટકે એટલા પૂરતું જવ, મકાઈ કે જુવાર ને રાબ લઈએ છીયે છતા પણ અમારે તો તમારા ઘરે ઈચ્છીત ભોજન જમવું છે. માતા ભુરીદેવી બોલ્યા તમે કહો તમારે શું જમવાની ઈચ્છા છે? પુત્ર મતીયાદેવ ફકીરોને આસન પાથરીદો આમ સૌ ફકીર-ઓલીયાઓ પોતાની ઈચ્છીત વાનગી ખાવાની ઈચ્છા વ્યકત કરી… રસોઈ પિરસાઈ એટલી જ વાર હતી.
હાથ-પગ ધોઈ સૌ સુફી-સંતો મતીયાદેવે પાથરેલી ચટાઈ પર વારા ફરતી બેસવા લાગ્યા. એટલામાં તો ફકીરો ને યાદ આવ્યુકે દેવી અમે તમારે ત્યા નહિ જમી શકીએ.. ભુરીદેવીએ કહ્યુ કે શા માટે? એટલામાં ફકીરો કહેવા લાગ્યાકે અમારા જમવાના વાસણોતો મુલતાન માં રહી ગયેલા છે. અને અન્ય વાસણો માં જમી ન શકીએ…. માફ કરશો…. અને જો જમાડવાજ હોય તો અમારા વાસણોની વ્ય્વસ્થા કરશો, એટલા માં તો ભુરીદેવી વિના સંકોચે કહેવા લાગ્યા કે સુફી-સંતો ઓલીયાઓ કશું વાંધો નહી તમારા વાસણો આવી જશે… દેવીએ થોડીક જ વાર માં પોતાની ગેબી શકિત થી આ વાસણો મુલતાન થી મંગાવી આપ્યા. સર્વે ફકીરો આ બધુ જોતા નવાઈ પામ્યા. માતા ભુરીદેવી તો આ વાસણોમાં રસોઈ પિરસવા લાગ્યા. રાબ જે સૂફીઓનું ખાણુ કહેવાય છે. તેમા દેવીએ એવો ચટાકેદાર સ્વાદ મુક્યો હતો કે સૌ ઓલીયાઓ આશ્ર્ચર્યચકીત રહી ગયા.. સૌ ઓલીયાઓને રસોઈ જમાડવા છતા રસોઈ ખુટતી જ નહોતી.
આમ બધા ફકીરો જમી કરી માટીના વાસણથી હાથ ધોઈ પાણી પી આર્શીવાદ આપ્યા. આવી રસોઈનો સ્વાદ જાણે પ્રથમ વાર જ મેળવ્યો હોય તેમ સૌ ઓલીયાઓ ને ખુબ જ સંતોષ થયો અને વિચાર કરવા લાગ્યાકે એ કોણ હશે આવા મામૈદેવ…..? જેમના પત્ની અને પુત્ર પણ આટલા જાણકાર .. આમ પછી બધા ઓલીયાઓ આર્શીવાદ આપી વિદાય લીધી. પરતું જતા જતા મતીયાદેવે કહ્યુ કે “હે ઓલીયાઓ તમે અહી આવ્યા હતા તેની યાદી રૂપે કંઈક નિશાની તો છોડતા જાવ…” આવા વચનો સાંભળતા ઓલીયાઓએ કહ્યુ કે હે દેવ અમારી પાસે બીજુ તો કશુ જ નથી અમારા આ જમવાના માટી ના વાસણો છે. આ વાસણ માં સંતોષકારક રસોઈ જમ્યા છીએ આથી અમારા આ પવીત્ર વાસણો અમારી યાદગીરી છે. જે અમારી કચ્છની ધરતી પર યાદગાર સ્થાન બની રહેશે..
આમ આ તિર્થ ભુજતાલુકા ના પાલારા ગામ પાસે આવેલ છે. મુલ્તાન ના સુફી-સંતો જે વાસણો છોડી ગયા તેને આ સ્થાનક પર દાટીદેવા માં આવ્યા.. એટલે કે ભંડારવા માં આવ્યા તેથી તે તિર્થ ભાનારભીટ અથવા પાલારાભિટ તરીકે ઓળખાય છે. અહી યાદગીરી રૂપે શ્રી મતીયાદેવ નું સ્થાનક પણ આવેલુ છે.