~: મહેશપંથી :~
ધર્માચાર, વેબ મિત્રો……
ગુજરાતી બ્લોગ વેબ સાઈટ જોનાર સવૅ વેબ મિત્રો નો હુ દિલીપ મહેશ્વરી ખૂબ ખૂબ આભાર માનુ છુ. કચ્છ, કરાંચી-પાકીસ્તાન, સોરાષ્ટ્ર, મુંબઈ તથા હાલાર પંથક ના બહોળી સંખ્યા માં આપણા મહેશ્વરીભાઈઓ જોડાયેલા છે…..બ્લોગ સાઈટ જોનાર તરફ થી મને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે…
વેબસાઈટ ની મુલાકાત લેનાર વાંચવા પ્રત્યે કદી રસ ધરાવતા નથી આપેલી લિંન્ક પર કલીક કરી ને ઉપર ઉપર થી જોઇ નાખે છે. મને મનમા વિચાર આવ્યો બ્લોગ સાઈટ માં આટલુ મોટુ લખાણ કોણ વાંચશે? આ અનુભવ ને લક્ષ માં રાખી ને મે સચોટ માહીતી આપવા ની સાથે સાથે આપણા મહેશ્વવરી સંપ્રદાય ના ચાર મહાન પુરૂષો શ્રી માતંગદેવ, શ્રી લુંણગદેવ, શ્રી માતૈદેવ અને શ્રી મામૈદેવ ના ઐતીહાસીક સ્થળો(મંદીરો) વીશે ની માહીતી ફોટા સહીત, પંડીત શ્રી મામૈદેવ ની ભવીષ્યવાણી, મુખ્ય વ્રતો, આરાધ વેદ, છત્રીસદ્રોક નીયમો, મહેશ્વરી જ્ઞાતી ની પ્રચલીત અટકો, માતંગી શબ્દો ના થોડા અથૅ, ડાઉનલોડ,ફોટૉગેલેરી, બ્લોગ સાઈટ જોનાર ના અભીપ્રાય, મહેશપંથ ના સ્થાપક પુજ્ય શ્રી માતંગદેવ થી લઈ એમની પુત્ર પંરપરા માં થઈ ગયેલા મામૈદેવ ના ચમત્કારીક મનાતા એવા પુરૂષ શ્રી મતીયાદેવ ના લગભગ ૪૦૦ વષૅ ના કાયૅકાળ દરમ્યાન બનેલા ચમત્કારીક પ્રસંગો અને સર્જાયેલી ઐતીહાસીક ઘટનાઓના અમુક અંશો જે હાલ ના માતંગવંશી ગુરૂપુત્રો પાસે થી મે જેવુ સાંભળ્યુ તેવુ અને તેટલુ મારા શબ્દો મા યથાવત સંકલીત કરી ને બ્લોગ સાઈટ માં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. અમુક પ્રસંગો ને મુદાસર આપી ટુંકાવી નાખેલ છે.
સર્વે વેબ મીત્રો, જ્ઞાતીજનો, ધમૅપ્રેમીજનો તથા સમગ્ર વાંચકગણ જે કોઈને આ બ્લૉગમાં આપને કૉઈ ભૂલ ક્ષતીઓ જણાયતૉ અવશ્ય જણાવશૉ જેથી સત્વરે સુઘારી શકાય. આખરે “મનુષ્ય માત્ર ભુલ ને પાત્ર”. સમાજ વિષે આપની પાસે કૉઈ માહિતી હૉય અને આપ બ્લોગ સાઈટ પર મુકવા માંગતા હૉતૉ આપના લેખ આવકાયૅ છે.
મહેશ્વરી-માતંગ સમાજ વર્તમાનકાળે સુશિક્ષીત, સંસ્કારી બન્યો છે, આર્થીક પગભર પણ બન્યો છે. ત્યારે શિક્ષીત સર્વે વેબ મીત્રો ને નમ્ર અપીલ કરૂ છુ કે આપની પાસે રહેલ અન્ય કોઈ માહીતી આપવાની કુર્પા કરશો તો આથીયે વધુ માહીતી આપવાનો પ્રયત્ન કરીશ. ઉપરોકત બાબતો વિકસીત સમાજ માટે અનિવાયૅ છે. અને દરેક શિક્ષીત વ્યકિત પોતાની ફરજ-ધમૅ સમજી સૌ સાથે મળી પ્રવુતી કરવી તે સમય ની માંગ છે. આ બ્લોગ સાઈટ અંગે ના અભીપ્રાય, મંતવ્ય અને માર્ગદર્શન મારા ઈ-મેઈલ એડ્રસ પર મોકલી આપશો…..
આભાર અચીજા….
E-Mail Address: - dreams_1518@yahoo.com
Mob. No. :- +91 9879753274
DH@rmachar
Comment by Mr WordPress — April 1, 2008 @ 3:28 pm